જિંદગીના સંબંધો - એક સરસ ગુજરાતી કવિતા - Best Gujarati Poem


જિંદગીના સંબંધો - ગુજરાતી કવિતા 

થયું કે લાવ લખું જિંદગી વિશે લાઈન બે-ચાર,
પણ લોકો ના અનુભવ જાણી આવ્યો વિચાર.
અનુભવ ને લખતા શબ્દો ખૂટી ગયા,
ક્યાંક લખતા મારા હાથ ધ્રુજી ગયા.
રાજ લખીશ જિંદગી ના તો શાહી ખૂટી જશે,
ગમ શાહી નો નહીં, પણ ક્યાંક સંબંધો તૂટી જશે.
લોકોએ બનાવ્યો હમરાજ એ વાતનો આભાર,
પણ હવે એ રાજ નો લાગી રહ્યો છે ભાર.
હવે સમજાયું ગોપીચંદ કેમ બન્યા નાથ,
સાંસારિક જીવન માં ક્યાંક ખાધી હશે થાપ.
બસ, અહીં કાવ્ય પૂરું કરી શબ્દો સમાવી લઉં છું,
હવે નહીં લખીને જિંદગીના સંબંધો બચાવી લઉં છું...

આ કવિતા કિશોર ભાઈ પરમાર એ લખેલ છે જે એક દિવ્ય ભાસ્કર ની પૂરતી મધુરિમા માંથી કાઢેલી કવિતા છે, તો મિત્રો આ કવિતા તમને ચોક્કસ ગમી હશે એવું માનું છું, તો કવિતા ને Share જરૂર કરજો.

एक टिप्पणी भेजें