Gujarati Poem 2018 | ગુજરાતી કવિતાઓ / ગુજરાતી કાવ્યો


Best Gujarati Poem, છેતરાતા જોયા છે 

ઘાટઘાટનાં,  જાતજાત ના પાણી પીનારને,
મૃગજળના જળ થી છેતરાતા જોયા છે.
અશ્રુજળ આપનારા, સાપનોના સોદાગરોને,
પ્રથમ વર્ણના જળથી છેતરાતા જોયા છે.
વૃક્ષ-વૃક્ષને, ડાળે-ડાળે કિલ્લોલતી કોયલને,
પાનખરને વસંત માની છેતરાતા જોયા છે.
શબ્દોની આડાશે તાજમહેલો રચનારને,
વિશ્વાસઘાતના ભૂકંપથી ધરાશાયી થતા જોયા છે.
- ચંદ્રકાંત સુથાર

Latest Gujarati Poem | ગુજરાતી કવિતાઓ / કાવ્યો | Gujarati Kavita On Life

Latest Gujarati Poem 2018 - ગુજરાતી કવિતાઓ / ગુજરાતી કાવ્યો
Gujarati Poem - ગુજરાતી કવિતાઓ / ગુજરાતી કાવ્યો

Gujarati Kavya, આ જિંદગી

હાસ્ય અને રુદનમાં સમાયેલી આ જિંદગી,
લાગે છે ક્ષણે-ક્ષણે બદલાયેલી આ જિંદગી,
ભૂત અને ભવિષ્યમાં અટવાયેલી આ જિંદગી,
સોનેરી સંસ્મરણોમાં સચવાયેલી આ જિંદગી,
સબંધો તાણાવાણામાં વણાયેલી આ જિંદગી,
આશા અને નીરાશામાં છુપાયેલી આ જિંદગી,
સુખ-દુખ ના માળખામાં વહેંચાયેલી આ જિંદગી,
અંધારામાં દીપકની જેમ પ્રગટેલી આ જિંદગી,
કંટકમાં ગુલાબની જેમ ખીલેલી આ જિંદગી,
ચહેરા પર સ્મિત સમી મલકાયલી આ જિંદગી,
મધુર ગીત-સંગીતની જેમ માણેલી આ જિંદગી,
હરપલ મોજ-ઉમંગથી જીવેલી આ જિંદગી.
- નિધિ જોબનપુત્રા

Gujarati Kavita On Life, જીવનભર

હંમેશાં રહેવું આનંદિત જીવનભર,
પ્રશન્ન રાખવું રોજ ચિત્ત જીવનભર.
આધી-વ્યાધી-ઉપાધી તો રહેવાની જ,
પણ મન પ્રફુલિત રાખવું જીવનભર.
આળસ, કંટાળો શાને આવે કે લાવીએ,
કઈ નહી તો ગાવું ગમતું ગીત જીવનભર.
ક્યારે કોઈનું અહિત નાં થાય રાખવું ધ્યાન,
જરૂરથી કરવું કોઈનું પણ હિત જીવનભર.
ધ્યેય હો ભવિષ્ય ને શુરુઆત હો વર્તમાન,
બિન્દાસ્ત ડર્યા વગર ભૂલવો અતીત જીવનભર.
- રાકેશ સોલંકી

આ Latest Gujarati Poem ગુજરાતી કવિતાઓ દિવ્ય ભાસ્કર ની મધુરિમા પૂર્તિ માંથી લીધેલી છે, અને આ કવિતાઓ પસંદ આવે તો તમારા મિત્રો સાથે અચૂક Share કરજો અને બ્લોગ ને પણ subscribe પણ કરજો.

एक टिप्पणी भेजें