મારી વીતેલી હોસ્ટેલ ની યાદો - આજે તે ફરી મહેફિલ ની યાદ આવી


આજે તે ફરી મહેફિલ ની યાદ આવી,
જ્યારે અડધી રાતે ડખો કરતા,
ને સુતા લોકો ને જગાવતા...
એક રૂમ માં ભેગા થતા,
અને પોતાની તાસીરો શરૂ કરતા,
એ શું દિવસો હતા જ્યા ચાય લેવાના વારા હતા અને નાહવાના લારા હતાં,

અરે ડોલ હોય કે ડબલા, સાબુ હોય કે શેમ્પુ, પેન હોય કે પાટિયા જે કોઈ ના હતાં એ આપણા હતાં...😂😂

એ દિવસો પણ આપણા હતાં, જ્યારે રાત્રે 1-2 વાગે આવતા ને ગાર્ડ ને જગાડતા,

તોડફોડ ના ડર થી નવા નવા ગાર્ડ આખી આખી રાત જાગતા...
ક્યાંય આગળ નળકા તોડ્યા તો ક્યાંક આગળ સિલિન્ડર, ક્યાંક આગળ નવા નવા ડબ્બા તોડતા તો ક્યાંક આગળ બેટો ને દડા થી તો દડા ને બેટો થી તોડતા...

પેલા સ્પીકર લગાડી આખી રાત ગરબા રમતા..અને સૌને જબરદસ્તી રમાડતા...

Wi-Fi અને laptop વારાના તો મગજ જ ખવાતા, એક ને movie આપતા તો બીજા પહોંચી આવતા.

અરે રૂમ ની બારીઓ માં road સામે દેખાય તો સામે ની બાજુ બેઠેલા બીજી કોલેજો વાળા ને ઉઠાળવા બારી માંથી રાડો પાડી પાડી ને આપણા સુરીલા અવાજો અને ડોલ ડબલાઓ વગાડી ને તેમને ભગાવતા...

My hostel life - મારી હોસ્ટેલ
આપણી હોસ્ટેલ
ક્યારેક બીજા દિવસે રજા હોય તો આખી રાત ગાર્ડ પાસે હવામાં ગોળીબાર કરતા,

આ તો જિંદગીની મોજ હતી જ્યારે કીધા વગર કોઈક ના વાલી આવતા ને ખબર પડતી તો એક જ ઝાટકે હવેલી જેવા રૂમ ને મહેલ બનાવી દેતા,

ઘરે થી નાસ્તો આવતો તો ખબર નઈ ક્યાં ગાયબ થઈ જતો ને ખતમ થઈ જતો જાણે આપણે તો ખબર જ ન હોય એવો વર્તાવ કરતા...😂

સુતા તો એવી ગોર નિંદ્રા માં કે બહારથી કોઈ આવે અને દરવાજા ને લાતો મારી મારી ને કળી તોડવી પડે ત્યાં સુધી ન ઉઠતા...

ચાર્જર અને earphone તો કોની પાસે કોના હતા...જેના હતા એને તો વાપરવા પણ ન મળતા...

ડરતા લોકો ને તો ભૂતો બનીને ડરાવતા, ને કહેતા કે કાલે રાતના આવા આવા અવાજો આવે છે મને પણ સંભળાય છે અને  ઉપર થી વરી પોતાની પર્સનલ કહાનીઓ બનાવીને ડરાવતા,

Fail થવા વારા ને તો એવો રડાવતા કે જાણે દુનિયાની મંજિલો થી હારી ગયો હોય, અને પછી તો એવો મનાવતા કે જાણે fail થઈ ને આખો જગ જીતી લીધો હોય...

રાતના light જતી અને પેલા હોસ્ટેલ ના રેક્ટર ને તો કેવી ગાળો આપતા...બિચારો બત્તી લઈને નીકળતો અને ક્યાં ગાયબ થઈ જતા...

ટોપા તો એવા દેતા કે જાણે કયા જન્મો ની વાતો કરતા અને નવાઈ ની વાત તો એ છે લોકો પણ સાચું માની લેતા..

બીજા રવિવાર fist ના દિવસે તો સવાર સવાર માં કસરતો કરતા જાને આખા મેષ નું ખાવાનું એમની માટે જ બન્યું હોય...અને 70 જેવા તો ગુલાબજામ્બુ ઊલાડી જતા...

સવાર ના ઉઠતા જ બહાના ચાલુ થતા કે યાર મારા પગ ને માથું દુખે છે આજે ચા લેતો આવ હું 2 દિવસ લઇ આવીશ અને પછી તો એક દિવસ જાય ન જાય પણ બીજા દિવસે કાંઈક નવું બાનું લાવતા...

અમુક તો પ્રોપર ત્યાંના જ હોય ને હોસ્ટેલ માં રહેતા ફી આપીને નઇ એમજ રહેતા....જાણે પોતાનો ઘર નો રસ્તો જ ભૂલી ગયા હોય...

જીતુ ભાઈ ની ચાય તોએવી યાદ રેવાની કે થેલા ખણીને બસ સ્ટેશન ઉપર છોડવા જવું હોય તોય પીવડાવી પડતી...તોજ તે થેલા ઉપડાવતા...

ના કોઈનો ડર અને ના કોઈ ચિંતા જીવતા તો એ જિંદગી મોજ માં જીવતા...

હોસ્ટેલ તો આમજ યાદ રેવાની વાલા, ખબર નઇ હવે ક્યારે એ મસ્તી ભરી જિંદગી મળવાની અને આવી મોજ ક્યારે મળવાની....આંખો માંથી આંસુ નીકળી જાય છે આ શબ્દો લખતા ખબર નઇ હવે એ યાદ કોણ તાજી રાખવાના...

તમારો મિત્ર વિવેક...